Narol: નારોલ વિસ્તારમાં ટોરેન્ટ પાવર અને એએમસીની બેદરકારીને કારણે વીજ કરંટ લાગવાથી એક પતિ-પત્નીનું મોત થયું હતું. જેના અનુસંધાને આજે અમદાવાદ આમ આદમી પાર્ટીએ આ દુઃખદ ઘટનાનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ દુઃખદ ઘટના સંદર્ભે આમ આદમી પાર્ટી મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જવેલ વસરાએ જણાવ્યું હતું કે, એએમસી અને ટોરેન્ટ પાવરની ઘોર બેદરકારીથી દંપત્તિનું દુઃખદ મૃત્યુ થયું છે. આમ આદમી પાર્ટી આ ઘટનાને વખોડે છે. આમ આદમી પાર્ટી માંગ કરે છે કે, ટોરેન્ટ પાવર તરફથી મૃતક પરિવારને 2 કરોડ રૂપિયા વળતર આપવામાં આવે. આ ઘટના માટે જવાબદાર એએમસી અને ટોરેન્ટ પાવર સામે કડક કાર્યવાહી કરવા માટે નારોલ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ડૉ.જ્વેલ વસરાએ વધુમાં જણાવ્યું હતું કે, અચાનક મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં, આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદેદારો વિનય ગુપ્તા,લીગલ સેલના નાગેન્દ્ર મિશ્રા, દાણીલીમડા વિધાનસભા પ્રભારી હિરેન ગોહિલની આગેવાનીમાં પીડિત પરિવારને ન્યાય મળે તે માટે કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું.