Ahmedabad: હાલમાં નેપાળ – કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો તથા અરાજકતાની સ્થિતિને ધ્યાને લઈ અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર 079-27560511 જાહેર કરાયો છે.
અમદાવાદ જિલ્લાના કોઈપણ નાગરિકો હાલ નેપાળ દેશના પ્રવાસે હોય, તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા તુરંત હેલ્પલાઇન નંબર પણ જાણ કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
આ ઉપરાંત નેપાળ-કાઠમંડુ ખાતે રહેલ/ફસાયેલ કોઈ ભારતીય પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય તો તેઓને કાઠમંડુ સ્થિત ભારતીય એમ્બેસીનાં નીચેની વિગતોના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા નિવાસી અધિક કલેક્ટર, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
~ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – અમદાવાદ. :- 079 – 27560511
~ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર – ગાંધીનગર :- 079 – 23251900/902/914
~ ભારતીય દૂતાવાસ, કાઠમંડુ – નેપાળ :- +977 – 980 860 2881, +977 – 981 032 6134