સુરત: ઉત્રાણ પોલીસે ગુપ્ત માહિતીના આધારે મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે મારુતિ સુઝુકી ઓલ્ટો-800 કાર (GJ-15-CB-8337)માંથી 864 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી, જેની કુલ કિંમત 2.73 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ સાથે કાર, મોબાઈલ અને જપ્ત કરાયેલ માલની કુલ કિંમત 4.33 લાખ રૂપિયા જણાવવામાં આવી છે.

પોલીસ ઈન્સ્પેક્ટર ડી.યુ. બારડ, સેકન્ડ પી.આઈ. એન.જી. પટેલ અને સર્વેલન્સ ટીમે કાપોદ્રા બ્રિજથી વી.આઈ.પી. સર્કલ તરફ જતી શંકાસ્પદ કારને અટકાવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં દારૂ મળી આવ્યો. પોલીસે ગુજરાત દારૂબંધી અધિનિયમ 1949 અને 2017 હેઠળ કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના રહેવાસી જગદીશભાઈ મનુભાઈ હરિજન (34) અને સુરતના પરવત પાટિયાના રહેવાસી યશભાઈ મહેશભાઈ રાવલ (27)નો સમાવેશ થાય છે. બંનેનો ગુનાહિત રેકોર્ડ અગાઉથી જ દારૂની દાણચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે. જ્યારે દમણનો રહેવાસી દીપક ઉર્ફે રઊ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.