Isudan Gadhvi AAP News: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, પંજાબમાં અતિવૃષ્ટિના કારણે ખૂબ જ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ખેડૂતો, શ્રમિકો અને મજૂરો માટે ખૂબ જ મોટી આફત આવી છે. આપણે કુદરતી આફતોને રોકી શકતા નથી પરંતુ કુદરતથી આફતો બાદનું કામ સરકારનું હોય છે અને પંજાબની આમ આદમી પાર્ટીની ભગવાન સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો લઈને મોટા કામ કર્યા છે. તેમણે હેલિકોપ્ટર રાહત કાર્યમાં સોંપી દીધું અને અને પોતે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને સર્વેમાં ભાગ લેવા પહોંચ્યા હતા. પહેલી વખત આવી ઘટના જોવા મળી હશે કે અતિવૃષ્ટિના સમયે કોઈ મુખ્યમંત્રી ગ્રાઉન્ડ ઉપર ઉતરીને સર્વેમાં ભાગ લેતા હોય.

હવે આમ આદમી પાર્ટી(AAP)ના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબની સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને એકર દીઠ ૨૦ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. મારા માનવા પ્રમાણે આ સહાય સમગ્ર ભારતની સૌથી મોટી સહાય હશે, જે વળતરરૂપે ખેડૂતોને ચૂકવવામાં આવી હશે. હાલ ખેડૂતોના ખેતરોમાં ખૂબ જ રેતી જમા થઈ ગઈ છે તો હવે સરકારે નિર્ણય લીધો છે કે જે ખેડૂતના ખેતરમાં રેતી જમા થઈ હશે તે રેતીને ખેડૂત વેચી શકશે. જેનાથી ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થશે.

ભગવંત માન સાહેબની સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ લીધો છે કે જે પણ લોકોના ઘર કે થાંભલા સહિત જે પણ નુકસાન થયું હશે તેનું પણ સર્વે કરીને તે લોકોને પણ નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. સરકારે ટેમ્પરરી માહોલના ક્લિનિક પણ બનાવીને લોકોની સારવાર શરૂ કરી દીધી છે. આ આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે માટે ખેડૂતોને રાહત આપી રહી છે અત્યાર સુધી આપણે જોયું હતું કે ઘણા રાજ્યમાં ઉદ્યોગપતિઓની સરકારો ફક્ત ઉદ્યોગપતિઓ માટે કામ કરતી હોય છે અને ઉદ્યોગપતિઓને બધી રાહત આપે પરંતુ ખેડૂતોને કોઈ રાહત આપવામાં આવતી ન હતી. તો આમ આદમી પાર્ટીની પંજાબ સરકારના નિર્ણયના કારણે પંજાબના ખેડૂતો ખૂબ જ ખુશહાલ છે. ખૂબ જ મોટું પેકેટ જાહેર કરવા માટે હું ભગવંત માન સાહેબ અને અરવિંદ કેજરીવાલજીને ખૂબ ખૂબ જ અભિનંદન આપું છું, તેમણે ગરીબો,વંચિતો અને ખેડૂતો માટે ખૂબ જ વિચાર્યું.

સાથે સાથે મૃતોકોને ચાર લાખ રૂપિયા સહાય અને પશુપાલન કે માછલી સંબંધિત જે લોકો કામ કરે છે એ લોકોના નુકસાનનો પણ સર્વે કરીને એ લોકોને પણ વળતર આપવામાં આવશે. હું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે તમામ સરકારોએ આ વિચારવું પડશે કે કુદરતી આફતોને આપણે રોકી શકતા નથી પરંતુ ત્યારબાદ લોકોને રાહત આપણે આપી શકીએ છીએ જેના કારણે ખેડૂતો એક વર્ષ નભી શકે.