Breaking News: અમદાવાદ: ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC) દ્વારા ગાંધીનગરમાં સોમવારે આયોજિત “જન સત્યાગ્રહ”ને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓને આ મુશ્કેલ સમયમાં “સિસ્ટમની સાથે ઊભા રહી” જનસેવામાં જોડાવાની અપીલ કરતાં, GPCC અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “આગામી સમયમાં અમે બમણા જોશ અને ઉત્સાહ સાથે ‘જન સત્યાગ્રહ’નું આયોજન કરીશું, જેથી લોકોના મુદ્દાઓનું નિરાકરણ થાય, તેમના હક્કો માટેની લડત ચાલુ રહે અને ન્યાય મળે ત્યાં સુધી અમે સંઘર્ષ માટે કટિબદ્ધ રહીશું.”
