અમદાવાદ: અમદાવાદ મંડળમાંથી ચાલતી અને પસાર થતી કેટલીક ટ્રેનો આગામી દિવસોમાં પ્રભાવિત રહેશે. ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં ડાઉન લાઇન પર બ્રિજ નંબર 17 પર મિસઅલાઇનમેન્ટ હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં બે ટ્રેનો આંશિક રીતે અને 10 ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે.

 આમાં 2 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન (નં. 19223) ફિરોઝપુર કેન્ટ સ્ટેશન પર સમાપ્ત થશે. આ ટ્રેન ફિરોઝપુર કેન્ટ અને જમ્મુ તવી વચ્ચે આંશિક રદ રહેશે. તેવી જ રીતે, 3 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી જમ્મુ તવી-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (નં. 19224) ફિરોઝપુર કેન્ટ સ્ટેશનથી શરૂ થશે.

આ ટ્રેન જમ્મુ તવી અને ફિરોઝપુર કેન્ટ વચ્ચે આંશિક રદ રહેશે. રદ થનારી ટ્રેનોમાં 2 સપ્ટેમ્બરની હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ટ્રેન (નં. 12475), 3 સપ્ટેમ્બરની જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ટ્રેન (નં. 12477), 4 સપ્ટેમ્બરની શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન (નં. 12474) અને 6 સપ્ટેમ્બરની ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ટ્રેન (નં. 12473) સામેલ છે. 2, 9, 16, 23, 30 સપ્ટેમ્બરની શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-સાબરમતી એક્સપ્રેસ ટ્રેન (નં. 19416), 7, 14, 21, 28 સપ્ટેમ્બરની સાબરમતી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ટ્રેન (નં. 19415) અને ભાવનગર ટર્મિનસ-એમસીટીએમ ઉધમપુર એક્સપ્રેસ ટ્રેન (નં. 19107) રદ રહેશે. 6, 13, 20, 27 સપ્ટેમ્બરની બાંદ્રા ટર્મિનસ-જમ્મુ તવી એક્સપ્રેસ ટ્રેન (નં. 19027), 8, 15, 22, 29 સપ્ટેમ્બરની જમ્મુ તવી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન (નં. 19028) અને એમસીટીએમ ઉધમપુર-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન (નં. 19108) પણ રદ રહેશે.