Surat News: સુરત: લિંબાયત વિસ્તારમાં મામાના ઘરે ફરવા આવેલા 13 વર્ષના એક કિશોરનું તાવના કારણે મોત નીપજ્યું છે. મૃતક ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો. તે થોડા દિવસ પહેલાં લિંબાયતના પ્રભુનગરમાં આવેલા મામાના ઘરે ફરવા આવ્યો હતો. આ દરમિયાન તેને અચાનક તીવ્ર તાવ ચઢ્યો. પરિવારજનો તેની નજીકની દવાખાનેમાં સારવાર કરાવતા હતા, પરંતુ છેલ્લા પાંચ દિવસથી તેની તબિયત સતત બગડતી ગઈ.

શનિવારે સાંજે તેની હાલત ગંભીર બનતાં તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. મૃતકનું નામ ફૈઝલ (13 વર્ષ) હતું. તેના પિતા મુઝફ્ફર અલી મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે અને તે પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે સુરતમાં રહે છે. આ ઘટના બાદ લિંબાયત પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.