Gujarat: કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં તેમણે અનેક વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ સાધ્યો. તેમણે અમદાવાદના લાલદરવાજા સ્થિત પ્રાચીન નગરદેવી માતા ભદ્રકાળી માતાજીના મંદિરે દર્શન-પૂજન કરીને આજનો દિવસ શરૂ કર્યો અને ગુજરાતની જનતા માટે કલ્યાણની પ્રાર્થના કરી.

અર્બન ફોરેસ્ટમાં હરિયાળી અભિયાન
આ બાદ અમિત શાહે નવાવાડજ ખાતે અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કર્યું. Every Tree Counts અભિયાન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં તેમણે નાગરિકોને સંદેશ આપ્યો કે પર્યાવરણનું સંવર્ધન કરવા વૃક્ષારોપણ વધારવું આજની તાતી જરૂરિયાત છે.

આરોગ્ય સેવાઓમાં વધારો
ગૃહમંત્રીએ અમદાવાદના ગોતા અને ચાંદલોડિયા વિસ્તારમાં નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરોનું ઉદ્ઘાટન કર્યું. આશરે ₹12 કરોડના ખર્ચે બનેલા આ સેન્ટરો સ્થાનિક લોકોને સસ્તી અને સુલભ આરોગ્યસેવાઓ પૂરી પાડશે.

સરદાર બાગનું નવું રૂપ
અમદાવાદના હૃદયસ્થળે આવેલા સરદાર બાગના નવીનીકરણ બાદ તેનો લોકાર્પણ પણ અમિત શાહે કર્યું. ₹12 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે આ બાગને હરિત અને પરિવારમિત્ર પર્યાવરણીય સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યો છે.

આજે અમિત શાહના મુખ્ય કાર્યક્રમો:

  1. ગોતા ખાતે ઓગણજ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ – સવારે 10:15
  2. ચાંદલોડિયામાં વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન – સવારે 10:35
  3. રાણીપ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ – સવારે 10:45
  4. નવાવાડજના અર્બન ફોરેસ્ટ ખાતે વૃક્ષારોપણ – સવારે 11:05
  5. ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજન – સવારે 11:30
  6. સરદાર બાગનું લોકાર્પણ – સવારે 11:40
  7. ઘાટલોડિયામાં સોસાયટી પ્રતિનિધિઓ સાથે વૃક્ષારોપણ – બપોરે 1:15
  8. ગાંધીનગરમાં “જનરક્ષક પ્રોજેક્ટ” નું લોકાર્પણ – સાંજે 4:30

સામાજિક સંવાદ અને સુરક્ષા ક્ષેત્રે વિકાસ
ઘાટલોડિયામાં સોસાયટી ચેરમેન-સેક્રેટરીઓ સાથે મુલાકાત દરમિયાન અમિત શાહે અવાસ, પાણી, સફાઈ અને શહેરી સુવિધાઓ મુદ્દે ચર્ચા કરી.

ગાંધીનગરમાં મહત્વના કાર્યક્રમો
સાંજના સમયે તેમણે ગાંધીનગરમાં જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત 500 જેટલાં વાહનો, ગુજરાત પોલીસ માટેના 534 નવા વાહનો અને 217 કરોડના ખર્ચે નિર્મિત પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું. આ સમગ્ર પ્રવાસમાં અમિત શાહે રાજ્યના વિકાસ, પર્યાવરણ અને સુરક્ષા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા ઉજાગર કરી હતી.

આ પણ વાંચો