Gujarat: દેશભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની મહેર છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ઉમરેઠમાં 4.72 ઈંચ અને કડાણામાં 4.33 ઈંચ વરસાદ પડ્યો છે.
હાલ રાજ્યમાં મેઘમહેર છે. ત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા થઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં વરસાદ પડ્યો છે.
જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો
પંચમહાલના હાલોલમાં 10 ઈંચ વરસાદ
ઉમરેઠમાં 4.72 ઈંચ
કડાણામાં 4.33 ઈંચ
સંતરામપુરમાં 4.29 ઈંચ
શહેરામાં 4.13 ઈંચ
મોરવાહડફમાં 3.31 ઈંચ
બોરસદમાં 3.07 ઈંચ
નત્રંગમાં 2.83 ઈંચ
ઈડરમાં 2.72 ઈંચ
સંજેલીમાં 2.68 ઈંચ
ઘોઘંબામાં 2.4 ઈંચ
લીમખેડામાં 2.4 ઈંચ
ભિલોડામાં 2.36 ઈંચ
ઝઘડીયામાં 2.28 ઈંચ
ખેડબ્રહ્મામાં 2.09 ઈંચ
જાંબુઘોડામાં 2 ઈંચ
સાગબારામાં 2 ઈંચ