Isudan Gadhvi AAP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આપણા દેશની આઝાદી બાદ પહેલી વખત અમેરિકાએ ભારત દેશની ચીજ વસ્તુઓ પર 50% ટેરીફ લગાવ્યો છે. જેના કારણે ભારતના ટેક્સટાઇલ, ડાયમંડ, કેમિકલ, ઈલેક્ટ્રીક, ઝીંગા જેવા અનેક ઉદ્યોગોને મોટો ફટકો લાગ્યો છે. અંદાજે ૬૦ વર્ષ ડોલરની નિકાસ પર અસર થશે. ભારતની 50 થી 70% નિકાસ અમેરિકા જાય છે તેના પર ખૂબ જ ખરાબ અસર પડશે. સાંભળવા મળ્યું છે કે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં લોકો ઉત્પાદન જ બંધ કરી રહ્યા છે. ડાયમંડ અને જેમ્સ એન્ડ જ્વેલરી પર પણ ખૂબ જ મોટું ભારણ પડવાનું છે. આના પરથી દેખાઈ રહ્યું છે કે PM મોદી અવારનવાર વિદેશ યાત્રાએ જાય છે પરંતુ આપણી વિદેશ નીતિ સદંતર નિષ્ફળ સાબિત થઈ રહી છે.
જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પએ નિર્ણય લીધો છે એનાથી ભારતને ખૂબ મોટો ફટકો પડશે. જો આવું જ રહ્યું તો આપણી 86 બસ ડોલરની નિકાસ ઝીરો થઈ જશે. વિદેશમાં જે સંબંધો સુધારવા જોઈએ તે સંબંધો સુધારવામાં આવ્યા નથી એના કારણે પહેલાં અમેરિકાએ 25% ટેરિફ લગાવ્યો અને હવે ફરીથી 25% લગાવીને કુલ 50% ટેરીફ લગાવી દીધો. ઝીંગાના નિકાસ પર પહેલા ઝીરો ટકા ટેક્સ હતો હવે 50% ટેક્સ થઈ ગયો, જેમ્સ એન્ડ જ્વેલરી પર બે થી ત્રણ ટકા ટેક્સ હતો હવે એ 50% થઈ ગયો. હવે આપણા સામાન ત્યાં સસ્તામાં વેચાશે નહીં જેના કારણે આપણી નિકાસ તદ્દન ઘટી જશે. જેના કારણે આખા ભારત દેશને ખૂબ જ મોટો ફટકો પડશે અને સાથે સાથે ગુજરાતને પણ ખૂબ જ મોટો ફટકો પડશે. આઝાદી બાદ પહેલી વખત અમેરિકા સાથે સંબંધો વણસતા આ સ્થિતિ પેદા થઈ છે. કેન્દ્ર સરકાર આ પરિસ્થિતિને સંભાળશે નહીં તો રોજગાર સહિત અનેક ક્ષેત્રે આપણા દેશ માટે ખૂબ જ કપરી પરિસ્થિતિનું નિર્માણ થશે.