Dharmesh Bhanderi AAP: સુરતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડવા બાબતે કલેકટરના માધ્યમથી આવેદન પાઠવ્યું હતું. આ આવેદન મુજબ તા.19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટી સુરતના પ્રમુખ Dharmesh Bhanderiએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી સારી રીતે જાણે છે કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતા થોડુંક વધારે થાય છે, આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતા વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણ તોલ ધા સમાન છે. મુખ્યમંત્રીના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાનને એમણે આપેલું વચન પણ યાદ કરાવવા માગીએ છીએ કે એમણે અગાઉ પણ કહ્યું હતું અને 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારો ના રક્ષણ માટે વડાપ્રધાનશ્રી કટિબદ્ધ પ્રતિબદ્ધ છે. એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે. ભારત સરકારના નાણાં વિભાગનો આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી એવી શંકા છે. ગુજરાતના અને ભારતના ખેડૂતોનો કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચાવવા માટે આવવાની શરૂઆત થઇ જશે એ પહેલા અમેરિકાથી જો સસ્તો કપાસ ભારતના જરૂરીયાત વાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસીડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસીડી વાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે અમને લાગે છે.

Dharmesh Bhanderiએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ વૈશ્વિક પરિસ્થિતિ અને અમેરિકાનું ભારત ઉપરનું જે રીતનું દબાણ છે એ દબાણને ક્યાંક ને ક્યાંક વશ થઇ અને ભારત સરકારે આ નિર્ણય કર્યો હોય એવું અમને લાગે છે. ભારત સરકારનો આ નિર્ણય ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોની તદ્દન વિરુદ્ધ છે. અમે મુખ્યમંત્રી પાસે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે કપાસ ઉપરથી દૂર કરાયેલા વેરાઓ તાત્કાલિક લાગુ કરવામાં આવે. ભારતના ગુજરાતના ખેડૂતોને અમેરિકન ખેડૂતોના સસ્તા કપાસ સામે રક્ષણ આપવા આવે. અમારી માહિતી મુજબ ભારત સરકારે જે ટેકાનો ભાવ જાહેર કરેલો છે એના કરતાં પણ વધારે ભાવ ખેડૂતોને મળી શકે એવી સ્થિતિ છે. એવી સ્થિતિમાં કપાસની આ સમયએ કપાસની બહારથી આયાત કરી ખેડૂતોને આર્થિક નુકસાન પહોચાડવાનું કૃત્ય થઇ રહ્યું છે.

સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ આ મુદ્દે જણાવ્યું હતું કે, અમને આશા છે કે ખેડૂતોના હિતમાં ભારત સરકાર પોતાનો આ નિર્ણય રદ કરી ભારતના ગુજરાતના ખેડૂતોના હિતોનું રક્ષણ કરશે. કટિબદ્ધ હોવાનું આપેલું વચન પાળશે. જો આમ નથી થતું તો અને ભારત સરકાર પોતાના નિર્ણયને વળગી રહે છે તો એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટી દેશના ગુજરાતના ખેડૂતોના હિતો માટે સંઘર્ષનો રસ્તો અપનાવશે. દેશના ખેડૂતોના હિતો કોઈપણ રીતે જોખમાય એ કોઈપણ પરિસ્થિતિમાં સહન કરી શકાય એવું નથી. અત્યારે અર્થ વ્યવસ્થા ડામાડોળ સ્થિતિમાં છે, નાના ઉદ્યોગો, નાના વેપારીઓ અત્યારે સંકળામણમાં છે, એવા સંજોગોમાં જો ભારતનો કૃષિ ઉદ્યોગ પણ સંકળામણ અનુભવશે તો એ દેશના લાંબાગાળાના હિતો માટે સારું નહીં હોય. ભારત સરકારનો આ નિર્ણય અમને ખેડૂતોના હિતોની વિરુદ્ધ ભારત સરકારની નીતિઓની વિરુદ્ધ અને લાંબે ગાળે ભારતના આર્થિક વ્યાપારિક હિતોની વિરુદ્ધનો લાગે છે એટલા માટે મુખ્યમંત્રીને ફરી ફરી વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય ભારત સરકાર તાત્કાલિક રદ કરે આશા છે