આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે  વ્યક્ત કરી છે

સાત દિવસ પૈકી આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

જેનું કારણ છે રાજ્ય પર ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.  

બંગાળની ખાડી પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જ્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોનસૂન ટ્રફ એમ ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.

આજે 11 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.