બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ 'પરમ સુંદરી' 29 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે.
આ પહેલા ગણેશ ચતુર્થીના દિવસે અભિનેત્રીનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો હતો.
જાહ્નવી કપૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે બાપ્પાના દર્શન કરવા પહોંચી હતી.
અહીંથી તેણે પોતાની સુંદર તસવીરો શેર કરી છે. નવા સાડી લૂકમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ગણેશ ચતુર્થીની ઉજવણીના ફોટા શેર કર્યા છે.