Banaskantha: અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. યાત્રાળુઓને સરળ અને સલામત પ્રવાસ સુલભ થાય તે માટે આ વર્ષે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ છે. નિગમે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે, જેથી રાજ્યભરના ભક્તોને સુવિધા મળી શકે.
ગત વર્ષે 5100 વધારાની બસો દ્વારા 10.92 લાખ યાત્રાળુઓને સેવા આપવામાં આવી હતી. આ વખતે ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યા વધારવામાં આવી છે. 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર 2025 સુધી આ ખાસ બસો અંબાજીથી ગબ્બર, દાંતા, પાલનપુર, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મુખ્ય રૂટ્સ પર દોડશે. સાથે જ નજીકના સ્થળોથી મીની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગબ્બરથી અંબાજી RTO માટે 20 બસો, અંબાજીથી દાંતા માટે 15 અને દાંતાથી પાલનપુર માટે 20 બસો ચાલશે.
યાત્રાળુઓને સુવિધા આપવા એસ.ટી. નિગમ દ્વારા 24×7 GPS મોનિટરિંગ, પેસેન્જર શેડ, ક્યુ લાઈન, પીવાના પાણી અને જાહેર શૌચાલયની સુવિધા ગોઠવાઈ છે. આ વ્યવસ્થાને સુચારુ રીતે સંચાલિત કરવા 4000 કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે.
10 કરોડના વીમાનું સુરક્ષા કવચ
શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે આ વર્ષે યાત્રાળુઓની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભાદરવી પૂનમ મેળામાં આવતા લાખો ભક્તો માટે ટ્રસ્ટે રૂ. 10 કરોડનો વીમો લીધો છે, જે ગયા વર્ષની તુલનામાં ત્રણ ગણો વધારે છે. આ વીમા હેઠળ કોઈ યાત્રાળુનો માર્ગ અકસ્માત કે દુર્ઘટનામાં મૃત્યુ થાય તો તેમને આર્થિક સહાય મળશે.
50 કિમી સુધીનો કવરેજ, 7 જિલ્લાઓનો સમાવેશ
આ વીમાની વિશેષતા એ છે કે અંબાજી શક્તિપીઠના 50 કિલોમીટર વિસ્તાર સુધી થતા અકસ્માતોને કવર કરવામાં આવશે. આ કવરેજમાં ગુજરાત તથા રાજસ્થાનની સરહદ પર આવેલા 7 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેથી દૂરથી આવતા યાત્રાળુઓને પણ સુરક્ષા મળી રહે.
આ પણ વાંચો
- INS ઉદયગિરી-હિમગિરી નૌકાદળનો ભાગ બન્યો, સંરક્ષણ મંત્રીએ કહ્યું – આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થયું
- Türkiye: શું તુર્કી નેપાળમાં ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે? અનાથાશ્રમ પર દરોડા બાદ તપાસ શરૂ
- Rahul Gandhi: ‘ચોરની જેમ મત ચોરી કરીને ભાજપ ચૂપ’, રાહુલ ગાંધીએ મધુબનીમાં કહ્યું; શાહના નિવેદનને વિચિત્ર ગણાવ્યું
- Vaishnodevi: વૈષ્ણોદેવી યાત્રા રૂટ પર અર્ધકુમવારી નજીક ભૂસ્ખલન, પાંચ લોકોના મોત, 14 ઘાયલ; યાત્રા મુલતવી
- Alia Bhatt: ઘરની તસવીરો વાયરલ થતાં આલિયા ભટ્ટ ગુસ્સે થઈ ગઈ, કહ્યું- જો કોઈ તમારા ઘરના ફોટા લઈને ઇન્ટરનેટ પર પોસ્ટ કરે તો શું થશે?