Gujarat: ગુજરાત ભાજપ સંગઠન અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. રાજ્યની રાજનીતિમાં ફરી એકવાર નવાજૂનીના સંકેત જોવા મળી રહ્યા છે. PM મોદીના તાજેતરના ગુજરાત પ્રવાસ પછી સંગઠન અને સરકાર બંને સ્તરે મોટા ફેરફારની ચર્ચાઓ તેજ બની ગઈ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સોમવારે યોજાયેલી જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં ઈશારો આપતાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં સંગઠનમાં મહત્વપૂર્ણ ફેરફારો થઈ શકે છે. પક્ષના એક વર્ગનો મત છે કે રાષ્ટ્રીય સ્તરે ભાજપ અધ્યક્ષની પસંદગી બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખની નવી નિમણૂક થશે અને ત્યારબાદ મંત્રીમંડળમાં પણ મોટા બદલાવ જોવા મળશે.
વિશેષ એ છે કે નજીકમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. શહેરી મતદારોને લક્ષ્યમાં રાખીને પક્ષ સંગઠન અને સરકાર બંનેમાં નવી ગોઠવણની તૈયારી કરી રહ્યું છે. શહેરોમાં વિકાસના મુદ્દે અસંતોષ હોવા છતાં શહેરી મતદારો ભાજપ પ્રત્યે વફાદાર રહ્યા છે, જેને જાળવવા પક્ષ પ્રતિબદ્ધ છે.
મંત્રીમંડળમાં ફેરફારની સંભાવના
રાજ્યના અમુક મંત્રીઓના કાર્ય અંગે કેન્દ્રીય નેતૃત્વ સુધી ફરિયાદો પહોંચી છે. કાર્યક્ષમતા, જાહેર છબી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને આધારે મોટા ફેરફારો થઈ શકે તેવી ચર્ચા છે. અંદાજે 60 ટકા મંત્રીઓમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે જેમાં કેટલાંક કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. નવા ચહેરાઓમાં યુવાન નેતાઓ સાથે અનુભવી અગ્રણીઓને પણ તક મળી શકે છે.
આ પણ વાંચો
- Surat: પત્નીનો પ્રેમ સંબંધ હોવાની શંકા, પતિએ ‘બોયફ્રેન્ડ’ના ઘરમાં ઘૂસીને કરી તેના ભાઈની હત્યા
- Ahmedabad: વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન દુર્ઘટના, બે મહિલા કર્મચારીઓનું કરુણ મોત
- Gujarat: ગુજરાત સંગઠન અને મંત્રીમંડળ ફેરફારના મોટા સંકેત, PMની મુલાકાત પછી રાજકીય ગરમાવો વધ્યો
- એક લોકતાંત્રિક દેશમાં વિરોધ પક્ષ કે પછી લોકો પોતાની વાત પણ રજૂ ન કરી શકે?: Vijay Patel AAP
- સુપ્રીમ કોર્ટ પણ ટિપ્પણી કરી ચૂક્યું છે કે ED અને CBI કેન્દ્ર સરકારના પોપટ બની ગયા છે: Isudan Gadhvi