Manipur: મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ સોમવારે નાગાલેન્ડના 22મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. રાજ્યપાલ લા ગણેશનના અવસાન બાદ તેમને આ વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. શપથ ગ્રહણ સમારોહ કોહિમાના રાજભવન ખાતે યોજાયો હતો, જ્યાં ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આશુતોષ કુમારે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.