Surat: સુરતમાં ગણેશોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે શહેરમાં શ્રીજીની પીઓપીની મૂર્તિની વધતી સંખ્યા વચ્ચે માટીની મૂર્તિઓ પોતાનું સ્થાન પકડી રહી છે. આવી પરિસ્થિતિમાં સુરતના એક પ્રતિભાશાળી મૂર્તિકારે માત્ર 20 મિનિટમાં ઓગળી જાય તેવી ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ બનાવી છે, જે ગણેશ ભક્તોને આશ્ચર્યમાં મૂકી રહી છે. આજના ઝડપી સમયમાં ગણેશ ભક્તો પણ ઝડપી વિસર્જન ઇચ્છે છે, અને આ ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ ફક્ત પર્યાવરણ જ નહીં, ભાવિ પેઢીને પણ સંદેશ આપતી રહી છે.
આગામી ગણેશોત્સવ પહેલાં સુરતમાં મોટી સંખ્યામાં પીઓપીની મૂર્તિઓ વેચાણ માટે આવી રહી છે, જે તંત્ર અને પર્યાવરણપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈ ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં પીઓપી મૂર્તિઓની સંખ્યા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં સુરતના પાલનપોર વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ બનાવનાર સુરેશ કોરપેએ અનોખો પ્રયોગ કર્યો છે. તેણે ચીકણી માટી અને નેચરલ કલરની મદદથી એવી મૂર્તિ તૈયાર કરી છે કે પાણીમાં મૂકતાં જ ઓગળી જાય.
સુરેશ કોરપે કહે છે, “છેલ્લા કેટલાક વર્ષોથી ઘરઆંગણે વિસર્જનનો ટ્રેન્ડ શરૂ થયો છે. ગયા વર્ષે કેટલાક આયોજકોએ એવો સંકેત આપ્યો હતો કે તેઓ વિસર્જન બાદ તરત ઓગળી જતી મૂર્તિ ઇચ્છે છે. આ વિચારણા પછી એવું તારણ આવ્યું કે, માટીની મૂર્તિ પર પાંચથી છ લેયર કલર લગાવવામાં આવે. સૌ પ્રથમ બેઝ કલર જે કલર શોષી શકે તે માટે લાગતું હોય છે અને ત્યારબાદ વિવિધ રંગના લેયર બનાવવામાં આવે છે, જેથી વિસર્જન બાદ મૂર્તિ ધીમે ઓગળે.”
મૂર્તિના રહસ્ય અંગે સુરેશ કહે છે, “વિચારણા પછી કાળી માટીનો ઉપયોગ કરીને નેચરલ વોટર કલર સ્પ્રે કરવામાં આવ્યો અને શેડિંગ માટે રંગ લગાવવામાં આવ્યો. ચીકણી માટી અને નેચરલ કલરના સંયોજનથી જ મૂર્તિ પાણીમાં મુકતાં જ ઓગળી જાય છે. આ પ્રકારની મૂર્તિ બનાવ્યા પછી તેની માગ વધી છે, પરંતુ આ વર્ષે મર્યાદિત સંખ્યામાં જ તૈયાર કરી છે. આયોજકોની વિસર્જન બાદની પ્રતિક્રિયા જોવામાં આવે તો આગામી વર્ષે વધુ સંખ્યામાં મૂર્તિઓ તૈયાર કરવામાં આવશે. સુરતમાં બનાવાયેલી આ ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ ફક્ત પર્યાવરણ જ નહીં, ભાવિ પેઢીને પણ સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપશે.”
આ પણ વાંચો
- Bangladesh: BNP એ મોટો દાવ લગાવ્યો, 237 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા; ખાલિદા ઝિયા ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે
- Pakistan : ૨૦૨૬માં પાકિસ્તાનમાં ચીની સબમરીન તૈનાત કરવામાં આવશે, શું આ ભારત માટે પડકાર છે?
- આ વિચાર આર્યન ખાનની વેબ સિરીઝમાંથી આવ્યો! યામી ગૌતમે ખુલાસો કર્યો કે Imran ની બાયોપિકનું શીર્ષક શું હોઈ શકે
- Pakistan: પાકિસ્તાને તાલિબાનના આરોપોનો વળતો જવાબ આપતા કહ્યું કે યુએસ ડ્રોન તેના પ્રદેશ ઉપર ઉડતા નથી
- Gujaratનું દૂરસ્થ શહેર દાહોદ આ પ્રાચીન પશુધન વેપાર પરંપરાને રાખે છે જીવંત





