Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક રીતે અવિસ્મરણીય મહત્ત્વ ધરાવે છે. આ લોકમેળો દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી છઠ્ઠ (આ વર્ષે 26 થી 29 ઑગસ્ટ) ભક્તિભાવ અને આનંદના માહોલમાં ઉજવાય છે. મેળામાં લોકનૃત્ય, સંતવાણી, ગ્રામ્ય રમતોત્સવ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
26 થી 29 ઑગસ્ટ સુધીના કાર્યક્રમો
મળતી વિગતો મુજબ, 26 ઑગસ્ટે સવારે 9.30 વાગ્યે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરીમાં ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અને જલાભિષેક થશે. ત્યારબાદ સવારે 10.30 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે પશુ મેળો, પ્રદર્શન, ગ્રામ્ય રમતોત્સવ તથા પરંપરાગત સ્પર્ધાઓનો પ્રારંભ થશે. રાત્રે 9.30 વાગ્યે મેળાના મંચ પર ભક્તિપૂર્ણ સંતવાણી યોજાશે.
27 ઑગસ્ટે (ભાદરવા સુદ ચોથ – ગણેશ ચતુર્થી) સાંજે 5.30 વાગ્યે પાળિયાદના વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા ઉનડબાપુના હસ્તે ધ્વજારોહણ થશે. રાત્રે 9 વાગ્યે સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકડાયરાનું આયોજન થશે, જેમાં લોકકલાકારો પોતાની કળા રજૂ કરશે.
28 ઑગસ્ટે (પાંચમ) સવારે 6.30 વાગ્યે મહંત દ્વારા કુંડમાં ગંગા અવતરણ આરતી થશે. સવારે 8.30 વાગ્યે લખતર સ્ટેટના ઝાલા યશપાલસિંહ દિવ્યરાજસિંહજીના હસ્તે ધ્વજારોહણ થશે. સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય અગ્રણીઓ મેળામાં હાજરી આપશે, તોરણ ટુરિસ્ટ વિલેજની મુલાકાત લેશે અને શિવ પૂજન તેમજ ગ્રામ્ય રમતોત્સવ નિહાળશે. રાત્રે 9.30 વાગ્યે ગુજરાત ટુરીઝમ અને ગ્રામ પંચાયત દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન થશે.
29 ઑગસ્ટે (છઠ્ઠ) સવારે 7 વાગ્યે ગંગા વિદાય આરતી યોજાશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે અને સાથે મેળાની વિધિવત પૂર્ણાહુતિ થશે.
આ પણ વાંચો
- Bangladesh: BNP એ મોટો દાવ લગાવ્યો, 237 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા; ખાલિદા ઝિયા ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે
- Pakistan : ૨૦૨૬માં પાકિસ્તાનમાં ચીની સબમરીન તૈનાત કરવામાં આવશે, શું આ ભારત માટે પડકાર છે?
- આ વિચાર આર્યન ખાનની વેબ સિરીઝમાંથી આવ્યો! યામી ગૌતમે ખુલાસો કર્યો કે Imran ની બાયોપિકનું શીર્ષક શું હોઈ શકે
- Pakistan: પાકિસ્તાને તાલિબાનના આરોપોનો વળતો જવાબ આપતા કહ્યું કે યુએસ ડ્રોન તેના પ્રદેશ ઉપર ઉડતા નથી
- Gujaratનું દૂરસ્થ શહેર દાહોદ આ પ્રાચીન પશુધન વેપાર પરંપરાને રાખે છે જીવંત





