Junagadh Rain: એકસાથે અનેક નદીઓ અને ડેમમાં પૂર આવતા પરિસ્થિતિ ગંભીર, પિતૃ તર્પણ માટે આવેલા શ્રદ્ધાળુઓ ફસાયા.
જૂનાગઢ અને ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
માત્ર બે કલાકમાં શહેરમાં 2 ઇંચ વરસાદ પડતાં રસ્તાઓ અને ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ગિરનાર પર્વત પર 3 ઇંચથી વધુ વરસાદને કારણે દામોદર કુંડ અને જટાશંકર મંદિર પાસે નદીઓમાં પૂર આવ્યા છે.
આ સ્થિતિને કારણે પ્રશાસને તત્કાળ પગલાં ભર્યા છે.