ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું 'ટેરિફ વોર' હવે ટપાલ સેવાઓ સુધી પહોંચી ગયું છે.
અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લગાવેલા ઊંચા ટેરિફના જવાબમાં, ભારતે પણ કડક વલણ અપનાવીને અમેરિકા માટેની ટપાલ સેવાઓ પર રોક લગાવી દીધી છે.
ભારતના ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકા માટેની તમામ ટપાલ સેવાઓ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી છે.
આ નિર્ણય અમેરિકાના કસ્ટમ નિયમોમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેનાથી $100 થી વધુની કિંમતના પાર્સલ પર કસ્ટમ ડ્યુટી લાગુ થશે.
ભારતે 25 ઓગસ્ટ, 2025 થી અમેરિકાને જતી તમામ ટપાલ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી છે. આ નિર્ણય અમેરિકાના નવા નિયમોને કારણે લેવાયો છે