સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ગાજવીજ સાથે વરસશે.

મોનસૂન ટ્રફ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. 

ગાજવીજ સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે