Banaskantha: ગુજરાતની અગ્રણી તેમજ એશિયાની સૌથી મોટી ડેરી સહકારી સંસ્થા બનાસ ડેરીએ પોતાની 57મી વાર્ષિક સામાન્ય સભામાં પશુપાલકોને મોટો લાભ આપતી ઐતિહાસિક જાહેરાત કરી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ડેરી પોતાના સભ્ય પશુપાલકોને કુલ ₹2909.08 કરોડનો ભાવફેર ચૂકવશે, જેનાથી સમગ્ર જિલ્લામાં ઉત્સવ જેવી ખુશીના માહોલ સર્જાયા છે.

ભાવફેરની વિગતવાર જાહેરાતમાં જણાવાયું કે બનાસ ડેરી સીધો ₹2131.68 કરોડનો ભાવફેર આપશે, જ્યારે સહકારી દૂધ મંડળીઓ દ્વારા ₹778.12 કરોડની રકમ ચૂકવાશે. આ રીતે કુલ ₹2909.08 કરોડ પશુપાલકોને મળશે. ગત વર્ષે આપવામાં આવેલા ₹1973.79 કરોડની સરખામણીએ આ વર્ષે ભાવફેરમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ પ્રસંગે બનાસ ડેરીની પ્રગતિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો. હાલ ડેરીએ ₹21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને દરરોજ 1 કરોડ લિટર દૂધ પ્રોસેસ કરવાની ક્ષમતા વિકસાવી છે. પશુપાલકોના હિતમાં લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયથી તેમની આર્થિક સ્થીતિ વધુ મજબૂત બનશે તેમજ વધુ દૂધ ઉત્પાદન કરવા પ્રેરણા મળશે. સહકારી ક્ષેત્રમાં બનાસ ડેરી સતત નવા સિદ્ધિગાથા લખી રહી છે.

બનાસ ડેરીની પશુપાલક હિતની મુખ્ય પહેલો

  1. ભાવફેર
  • 2019-20 → ₹1,144 કરોડ (52મી AGM)
  • 2020-21 → ₹1,132 કરોડ (53મી AGM, જેમાં ₹125 કરોડ debenture પણ સામેલ)
  • 2021-22 → ₹1,650 કરોડ (54મી AGM, 19.12% વધારો)
  • 2022-23 → ₹1,973.79 કરોડ (55મી AGM)
  • 2023-24 → હાલના વર્ષે ₹2,909.08 કરોડ (57મી AGM)

દૂધના ભાવમાં વધારો

  • બનાસ ડેરી દર વખત દૂધના ભાવે બજાર કરતાં વધુ દર ચૂકવવાનો પ્રયાસ કરે છે જેથી પશુપાલકોને સીધો લાભ મળે.
  • ઉદાહરણ તરીકે, ચોમાસા કે કઠીન સમયમાં પણ બનાસ ડેરી દૂધના ભાવે કાપ મૂકતી નથી.

આમ, બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેકો નિર્ણય લેવાયા છે. જેનો હેતુ પશુપાલકોના આર્થિક લાભ આપવાનો રહે છે.

આ પણ વાંચો