જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શકયતા છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  

રાજ્યનાં સમગ્ર દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.  

હવામાન વિભાગે પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.