Tapi: તાપીના સોનગઢ તાલુકાના ગોલણ ગામે ઉકાઈ ડેમ ખાતેના 1500 મેગાવોટ સોલર પ્રોજેક્ટ માટે સર્વે અને માપણી કરવા આવેલી સરકારી ટીમનો સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, પરંતુ ઉગ્ર બનેલા લોક ટોળાએ પથ્થરમારો કરતાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.
પોલીસે ટીયર ગેસ છોડ્યા
ઉકાઈ જૂની કોઇ લીવેલ અને સાતકાશી વચ્ચે પ્રોજેક્ટના વિરોધમાં લોકોએ ભારે ઘર્ષણ ઊભું કર્યું હતું. આશરે 400થી વધુ લોકોના ટોળાને ઘણી સમજાવટ બાદ પણ તેઓ પાછાં ન હટતાં પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને હળવો બળપ્રયોગ કર્યો હતો.
બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત
બેકાબૂ બનેલા ટોળાએ પથ્થરમારો સાથે લાકડાં અને દાતરડાં જેવા હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ અને લગભગ 12 ટીયર ગેસના સેલ છોડ્યા. ઘટનામાં PI આઈ.ડી. દેસાઈ અને PSI પી.એમ. ચૌધરી ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
સર્વે કાર્ય બંધ
આ ઘટનાને પગલે સરકારી અધિકારીઓ સર્વેનું કામ અધૂરું છોડી પરત ફર્યા હતા. તંત્રએ હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વેની કામગીરી સ્થગિત કરી દીધી છે. પોલીસ દ્વારા આ ગંભીર બનાવને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો
- Kutch:મુન્દ્રમાં વહેમમાં પત્નીની છરીના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી
- Surat: VNSGU પરીક્ષામાં વિદ્યાર્થીએ AI ટૂલનો ઉપયોગ કરીને જવાબો ‘કોડિંગ’ કરતા પકડાયો, ચોંકાવનારી ઘટના
- Chhota Udaipur: ખેડૂતો આર્થિક સંકટમાં, કપાસનો પાક બરબાદ, સરકારી સહાય હજુ પણ ‘શૂન્ય’!
- Mehsana: ખેરાલુમાં ધારાસભ્યના ફાર્મહાઉસમાં એક યુવકે કરી આત્મહત્યા
- Rajkot:કિન્નરો વચ્ચે થઈ બબાલ,બાદમાં 6 કિન્નરોએ કર્યો સામૂહિક આપઘાતનો પ્રયાસ





