AAP Gujarat News: થોડા દિવસ અગાઉ અમદાવાદના જશોદાનગર ખાતે કોર્પોરેશનની એસ્ટેટ ટીમ દ્વારા એક દુકાન પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું તે દરમિયાન તે દુકાનના માલિકના પત્ની નર્મદાબેને દુકાનને બચાવવા માટે અધિકારીઓ સામે ખૂબ જ વિનંતીઓ કરી આજીજી કરી પરંતુ અધિકારીઓ ન માન્યા અને ત્યાંના સ્થાનિકોના કહેવા પ્રમાણે અધિકારીઓએ નર્મદાબેનને કહ્યું કે “જો તું કાલે મરતી હોય તો આજે મર” આ સાંભળીને તેમને ખૂબ જ લાગી આવ્યું અને તેમણે પોતાના શરીર પર જવલનશીલ પદાર્થ નાખીને આત્મવિલોપન કર્યું અને લગભગ બે થી ત્રણ દિવસ બાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ લોકો હચમચી ગયા હતા અને ગુજરાતની ભાજપમાં શાસિત કોર્પોરેશનની ટીમને બેદરકારી સામે આવી હતી કારણ કે બુલડોઝર લઈને કોર્પોરેશનની ટીમ ગઈ હતી ત્યારે તેઓએ પોલીસને પણ સાથે રાખી ન હતી. જો પોલીસ બંદોબસ્ત હોત તો કદાચ નર્મદાબેનને બચાવી શકાયા હોત. આ ઘટના બાદ આજે આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર સમિતિ દ્વારા મૃતક નર્મદાબેનને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પ્રમુખ વિજયભાઈ પટેલ, અમદાવાદ શહેર મહામંત્રી જતીનભાઈ પટેલ, સંદીપ શર્મા અમદાવાદ શહેર ઉપપ્રમુખ, દિપક દેસાઈ અમદાવાદ શહેર ઉપપ્રમુખ, સિધ્ધીબેન ભાવસાર અમદાવાદ શહેર મહિલા પ્રમુખ, CYSS અમદાવાદ શહેર પ્રમુખ યાત્રિક પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ મૌન રેલીમાં આમ આદમી પાર્ટી(AAP) અમદાવાદ શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નર્મદાબેનની ન્યાય મળે એ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તંત્ર દ્વારા અવારનવાર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું આવા બુલડોઝરોનો ઉપયોગ બુટલેગરોના અડ્ડાઓ પર ચલાવવામાં આવે છે? ગરીબોના પૈસા ખાઈ જનારા નેતાઓની સ્કીમ ઉપર શું આવક બુલડોઝરો ચાલે છે? અમે એસ્ટેટના અધિકારીઓ અને મ્યુનિસિપલ વોર્નિંગ આપવા માંગીએ છીએ કે તમે તમારા બુલડોઝરને કાબુમાં રાખો જ્યાં સુધી યોગ્ય તપાસના થઈ જાય ત્યાં સુધી બુલડોગરોને કાબુમાં રાખો. અને જો કોઈ વ્યક્તિ પાસે પૂરતા ડોક્યુમેન્ટ હોય તો પહેલા તેને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડો અને ત્યારબાદ તમે આગળ વધો. જે લોકોનું બાંધકામ નવું હોય એ લોકોને શિફ્ટ કરવા માટે કમસેકમ બેથી ત્રણ મહિનાનો સમય પણ આપો. અધિકારીઓના કારણે આ ઘટના ઘટી છે માટે લોકોએ માંગ કરી હતી કે જવાબદાર અધિકારીઓને તેમની નોકરીમાંથી છૂટા કરવામાં આવે. જો આવા પગલા લેવામાં આવશે તો જ એક નોંધપાત્ર દાખલો બેસાડવામાં આવશે. જો આવા પગલા લેવામાં આવશે તો અધિકારીઓને ખ્યાલ આવશે કે તેઓ મન ફાવે તેમ પગલા નથી લઈ શકતા અને હજુ પણ કાયદો વ્યવસ્થા જેવી પરિસ્થિતિ છે. તંત્ર હાલ કોર્ટની ગાઇડલાઇનને પણ અનુસરતું નથી.
