Ahmedabad News: અમદાવાદ. AMC દ્વારા આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખી ગણપતિ મૂર્તિના વિસર્જન માટે 49 કૂંડ બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે. જેમાં ૪ કૂંડ ઉત્તર, ૧૨ કૂંડ પશ્ચિમ, ૪ કૂંડ દક્ષિણ, ૪ કૂંડ પૂર્વ, ૮ કૂંડ ઉત્તર-પશ્ચિમ, ૪ કૂંડ મધ્ય, ૪ કૂંડ દક્ષિણ-પશ્ચિમ ઝોન ખાતે બનશે. આમાંથી ઉત્તર ઝોન, પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનમાં ટેન્ડર મગાવાયા છે. જયારે ઉત્તર-પશ્ચિમઝોન, દક્ષિણ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ટેન્ડર મંજૂરીમાં છે, મંજૂરી બાદ કામગીરી શરૂ કરાશે. એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ છે.

આ વર્ષે પણ માત્ર માટીની જ મૂર્તિનો ઉપયોગ કરવા પર મ્યુનિ.એ ભાર મૂકયો છે. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં કૂંડ બનાવવાના કામની દરખાસ્તને મંજૂર કરાઇ છે. શહેરીજનો ગણપતિ ઉત્સવ દરમિયાન કુંડમાં મૂર્તિ પધરાવતા થયા છે તેના કારણે નદીમાં પ્રદૂષણ ઘટયું છે. જે સારી બાબત ગણાવી શકાય.