Gujarat: ગુજરાતમાં વરસાદના વિરામ બાદલ બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 16થી 21 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે 5:30 વાગ્યે પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સક્રિય થયું છે. જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે 24 કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે.
મળતી માહિતી અનુસાર આજથી ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઇ શકે છે આ સિવાય અન્ય એક આગાહીમાં જણાવ્યું છે કે, 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય ગુજરાત પર અત્યારે એક બે નહીં, પરંતુ ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે..ત્યાર બાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદની આગાહી કરી છે.