Gujarat: સ્વતંત્રતા દિવસ નિમિતે ગુજરાતના બે પોલીસ અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના 21 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને પ્રશંસનીય સેવા મેડલ એનાયત થશે.

મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ, ફાયર વિભાગ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ અને સુધારાત્મક સેવાઓના કુલ 1090 કર્મીઓને 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વીરતા તેમજ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના બે પોલીસ અધિકારી ACB પીયૂષ પટેલ અને IB મુકેશ સોલંકીની પ્રેસિડેન્ટ મેડલ માટે પસંદગી કરવામાં આવી છે.

સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 21 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. પિયૂષ પટેલ, મુકેશ સોલંકી, શરદ સિંઘલ, રાકેશ બારોટ, બાબુભાઈ દેસાઈ, મહાવીરસિંહ વાઘેલા, ભૂપેંદ્રકુમાર દવે, કમલેશ પાટીલ, મિલિંદ સૂરવે, કોંસ્ટેબલ રમેશ કુમાર ત્રિપાઠીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો.