Gujarat: ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના માર્ગદર્શન હેઠળ ધોરણ 1થી 8ની શાળાઓમાં નવી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ નવી પદ્ધતિ 360° સર્વગ્રાહી મૂલ્યાંકન પર આધારિત છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક, બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસને ધ્યાનમાં રાખશે. આ માળખું ચાલુ શૈક્ષણિક વર્ષથી તબક્કાવાર લાગુ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 1થી 8માં નવી મૂલ્યાંકન પદ્ધતિ લાગુ થશે. તેમજ હવે શાળાઓમાં દર 3 મહિને ત્રિમાસિક કસોટી લેવામાં આવશે. આ સિવાય કસોટીમાં ક્રિયાત્મક મૂલ્યાંકન અને મૌખિક મૂલ્યાંકન કરવામાં આવશે. વધુમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે તબક્કાવાર ફેરફાર કરવામાં આવશે.