હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 16 ઓગસ્ટથી મૂશળધાર વરસાદ વરસશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને  મેઘરાજા વરસશે. 

16 ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં  ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  

આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.