Mahesh Anghan AAP: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર Mahesh Anghan આજરોજ પોતાના વોર્ડ નં. 3 ખાતે આવેલ પાસોદરા વિસ્તારના સ્વામિનારાયણ મિશન રોડ પર ઉદભવતી સમસ્યા વિશે જણાવતા કહ્યું હતું કે આ વિસ્તારમાં સિંચાઈ વિભાગ દ્વારા છોડવામાં આવતું પાણી આગળ જતું નથી અને રસ્તા પર જ ફેલાય છે જેથી આવતા જતા રાહદારીઓને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. આ સિંચાઈનું પાણી રસ્તો પરથી ફેલાતા પાલિકાના પ્લોટમાં પણ ઘૂસી જાય છે. નજીવી બાબતોમાં લોકોને દંડ ફટકારતું તંત્ર પોતાની જ માલિકીના પ્લોટમાં પાણી જવા મામલે ખુદ શંકા આવી ગઈ છે. અહીં પાણીના ઉપદ્રવથી મચ્છર – જીવજંતુ ઉદભવે છે, લોકો એની હેરાનગતિનો શિકાર થઈ રહ્યા છે. વાત તો ત્યાં સુધી છે કે , સિંચાઈ વિભાગ અને તંત્રની લાપરવાહીને કારણે રસ્તા પર પાણી ભરાવાથી રસ્તા પર પડેલા ખાડા પણ વાહનચાલકો અને રાહદારીઓને નજરે પડતા નથી. શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ બેસી રહ્યું છે?

Mahesh Anghan વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ મંત્રીએ અંદાજે દોઢ બે વર્ષ પહેલા ‘હું પહેલો’ ની લ્હાયમાં હોંશે હોંશે ખાતમુહૂર્ત કરી નાખ્યું પણ હજુ આ રોડ બનવાના કોઈ અણસાર નથી. આને કારણે સૌથી વધુ ભોગ આ વિસ્તારના રહીશો બને છે. આખેઆખો આ વિસ્તાર રેસીડેન્સીયલ ઝોનમાં આવી ગયો છે, તો સિંચાઈ વિભાગ કયા એક વ્યક્તિ માટે આખે આખી કેનાલ ભરીને પાણી આગળ લઈ જઈ રહી છે ? મહેશભાઈ અણઘણે આગળ જણાવ્યું કે, આ સિંચાઈની નહેરને અંડરગ્રાઉન્ડ પાણીની પાઈપલાઈનનું નેટવર્ક આપી પેક કરી દેવામાં આવે જેથી રસ્તા પર પાણી ઢોળાતું બંધ થાય અને રસ્તો બનાવવાનો માર્ગ મોકળો થાય, કેમ કે , પાણી જ્યાં સુધી ભરેલું રહેશે ત્યાં સુધી રસ્તો બનવાનો નથી.

આ બાબતે મહેશભાઈ અણઘણે વર્ષ પહેલા પત્ર લખી ને સિંચાઈ વિભાગને જાણ કરી છે પણ કોઈ આ કામ કરવા તૈયાર નથી. અને આના કારણે રોડ બની શકતો પણ નથી, કેમ કે પાણી ના કારણે રોડ તરત તુટી જાય. થોડો ઘણો રોડ બન્યો પણ બાકીનું કામ અધૂરું જ છે. ભાજપ નેતાઓ ત્રિપલ એન્જિન સરકારની વાતો કરે છે પણ એ દાવો સાવ જુઠ્ઠો અને બુઠ્ઠો છે. મહેશભાઈ અણઘણે અંતમાં મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, મેયર તમારા મુખ્યમંત્રી પણ તમારા છે, પ્રધાનમંત્રી પણ તમારા છે, આખેઆખી સરકાર તમારી જ છે, તમારે જેની સાથે સંકલન કરવું હોય તેની સાથે કરો પણ આ સમસ્યાનું અને અહીંની જનતાને પડતી અગવડતાનું નિરાકરણ લાવો. જો તમારાથી ના થઈ શકતું હોય તો ખોટી વાહવાહી લૂંટવાનું બંધ કરો અને સરકારની વિકાસ ની અને સુરક્ષા ના બણગા ફુકવાનુ બંધ કરો