Raju Kaprada: આજે પાળિયાદ (બોટાદ) ખાતે આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ Raju Kapradaની હાજરીમાં વિવિધ સમાજના અને અનેક રાજકીય આગેવાનો મળીને 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયાન AAP કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે પાળિયાદ (બોટાદ) ખાતે અનેક રાજકીય આગેવાનોની સાથે સાથે અનેક સમાજના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપની ભ્રષ્ટ નીતિ, તાનાશાહી નીતિ, ખેડૂત વિરોધી નીતિ અને દલિતો વંચિતો શોષિતો વિરોધની નીતિના કારણે સમગ્ર ગુજરાતમાં લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. ત્યારે આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત 200થી વધુ લોકો એક ઉમ્મીદ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હું તમામનું હાર્દિક સ્વાગત કરું છું.

હું તમામ પાળિયાદ (બોટાદ) અને આસપાસના લોકોને વિનંતી કરું છું કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસને અનેક દશકો સુધી સત્તા સોંપીને તમે જોઈ લીધું કે તેઓ જનતાની પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે વિશ્વાસ કરતા નથી અને જનતાનું ભલું ઈચ્છતા નથી માટે હું આપ સૌને વિનંતી કરું છું કે એક વખત આમ આદમી પાર્ટીનો સાથ આપો. ભાજપ સરકાર ખેડૂત વિરોધી, મહિલા વિરોધી, ગરીબ વિરોધી, વંચિત વિરોધી, શિક્ષણ વિરોધી છે. આપણા વિસ્તારમાં સારી સરકારી હોસ્પિટલો અને ડોક્ટરો પણ નથી. જો આવી હાલત આપણા વિસ્તારમાં થઈ રહી છે તો જો તમે તમામ લોકો આ પરિસ્થિતિમાંથી છુટકારો મેળવવા માંગતા હો તો તમામ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી મારી વિનંતી છે. આજે ભાજપ અને કોંગ્રેસના પણ ઘણા આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આવનારા સમયમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવો મને પૂરો વિશ્વાસ છે.