અંતરરાષ્ટ્રીય વાઘ દિવસ શું છે? દર વર્ષે 29 જુલાઈના રોજ વાઘના સંરક્ષણ માટે આખા વિશ્વમાં આ દિવસ ઉજવાય છે. આનો ઉદ્દેશ્ય છે – વાઘની સંખ્યા વધારવી અને તેનું રહેઠાણ બચાવવું.

દિવસની શરૂઆત કેમ થઈ? 2010માં રશિયામાં થયેલી ટાઈગર સમિટમાં આ દિવસ નિર્ધારિત થયો હતો. વિશ્વભરમાં વાઘની સંખ્યા ઘટતી જતા આ દિવસની જરૂરિયાત ઊભી થઈ.

ભારતમાં વાઘનું મહત્વ ભારત એ દુનિયામાં સૌથી વધુ વાઘ ધરાવતો દેશ છે. પ્રોજેક્ટ ટાઈગર 1973થી શરૂ થયું હતું – જે વાઘ બચાવવાનો મહત્ત્વપૂર્ણ અભિયાન છે.

ચિંતાનો વિષય જંગલોની કટિંગ, શિકાર અને શિકારી વેપારના કારણે વાઘની સંખ્યા ઘટી રહી છે. તેમનું સંરક્ષણ માનવજાત માટે પણ આવશ્યક છે.

આપણે શું કરી શકીએ? જંગલ બચાવો, પ્રાણી પ્રેમ વધારવો અને સંરક્ષણના અભિયાનમાં સહભાગી થવું – આપણા નાના પગલાં વડે વાઘનું ભવિષ્ય સુરક્ષિત થઈ શકે છે.