ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "પહેલગામમાં નિર્દોષ નાગરિકોની ક્રૂર હત્યા કરવામાં આવી, તેમનો ધર્મ પૂછીને તેના પરિવારોની સામે જ મારી નાખવામાં આવ્યા 

આ હત્યાઓ ખૂબ જ બર્બરતાથી કરવામાં આવી હતી, હું આની સખત નિંદા કરું છું અને માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું 

અમિત શાહે કહ્યું, "સંયુક્ત ઓપરેશન મહાદેવમાં, ભારતીય સેના, CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસે પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે 

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "ગઈકાલના ઓપરેશનમાં ત્રણેય આતંકવાદીઓ - સુલેમાન, અફઘાન અને જિબરાન માર્યા ગયા હતા 

જે લોકો તેમને જમવાનું પહોંચાડતા હતા તેમને પહેલાથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા