રાજનાથ સિંહનું સંસદમાં મોટું નિવેદન: 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને કહ્યું – હવે અટકી જાવ....

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં ઓપરેશન સિંદૂર પર બોલતા તેને ભારતની લશ્કરી તાકાત અને નિર્ણાયક નેતૃત્વનો દાખલો ગણાવ્યો.

સોમવારે (જુલાઈ 28, 2025) સંસદના ચોમાસા સત્રમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે 'ઓપરેશન સિંદૂર' અંગે સરકારનો પક્ષ રજૂ કર્યો. 

તેમણે પહલગામ આતંકવાદી હુમલા બાદ કરવામાં આવેલી આ લશ્કરી કાર્યવાહીને ભારતની વ્યૂહાત્મક ક્ષમતાઓ અને નિર્ણાયક નેતૃત્વનું પ્રતીક ગણાવ્યું. 

રાજનાથ સિંહે જણાવ્યું કે, આ ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ અને તેમના સહયોગીઓ માર્યા ગયા હતા