ગુજરાત@75: લોગો ડિઝાઇન કરી જીતો ₹3 લાખનું ઇનામ! CM ભૂપેન્દ્ર પટેલે સ્પર્ધાનો કર્યો પ્રારંભ

ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ભવ્ય ઉજવણી માટે 'ગુજરાત@75: વાઇબ્રન્ટ હેરિટેજ, વિઝનરી ફ્યુચર' થીમ પર રાષ્ટ્રીય લોગો ડિઝાઇન સ્પર્ધા જાહેર.

આ સ્પર્ધાનો હેતુ લોકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપી, ગુજરાતની આર્થિક, ટેકનોલોજીકલ, સાંસ્કૃતિક અને શાસકીય પ્રગતિને દર્શાવતો લોગો પસંદ કરવાનો છે.

વિજેતા લોગો ડિઝાઇનરને ₹3 લાખનું રોકડ ઇનામ અને પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ મળશે.

ગુજરાત@75 માટે લોગો ડિઝાઇન કરો અને ઇનામ જીતો