રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સતત ત્રણ વખત રેપો રેટ ઘટાડ્યા પછી બેંકોએ FD પર વ્યાજ ઘટાડ્યું છે. 

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની FD પર 8.50 ટકા વ્યાજ દર આપી રહી છે. 

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક ત્રણ વર્ષની એફડી પર 8.15 ટકા વ્યાજ દર આપે છે. 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પાકતી મુદતે વધીને 1.24 લાખ રૂપિયા થશે.

યસ બેંક વરિષ્ઠ નાગરિકો માટે ત્રણ વર્ષની એફડી પર 7.85 ટકા વ્યાજ દર આપે છે. 1 લાખ રૂપિયાનું રોકાણ પાકતી મુદતે વધીને 1.24 લાખ રૂપિયા થશે.

ઇન્ડસઇન્ડ બેંક 3 વર્ષની FD પર 7.50 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો આ રકમ પાકતી મુદતે 1.23 લાખ રૂપિયા થઈ જશે.