Isudan Gadhvi Statement: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhvi એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૨૮ વર્ષથી વંગડી ડેમ કાઢિઓ વગરનો છે. તો આ વંગડી ડેમનો પ્રશ્ન શું છે? તો 54 જેટલા ખેડૂતોને હજુ સુધી પૂરતું વળતર મળ્યું નથી, સરકારને બહાનું મળી ગયું છે અને સરકારને વળતર આપવું નથી. જેના કારણે 15 જેટલા ગામોને સીધી રીતે અસર કરતો આ ડેમ છે. ખાલી કાઢિઓ બની જાય તો આઠથી દસ ગામોમાં ત્રણ ઉપજ લઈ શકાય તેમ છે. સરકારે ખેડૂતોને જમીન સંપાદનમાં જ ભાવ આપ્યા નહીં. વર્ષોથી ખેડૂતોને લોન પણ નથી મળી રહી અને સાતબારમાં તેમના નામ પણ નથી. તો આ અનેક ગામોના ખેડૂતોને ન્યાય અપાવવા માટે મેં નક્કી કર્યું છે કે 27 તારીખે સવારે 10:00 વાગે આપણે હવન કરીશું. નારીયલ ફોડીને ભગવાનને પ્રાર્થના કરીશું કે અને સરકારને પણ કહીશું કે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થઈ જાય છે પરંતુ શું સરકાર ખેડૂતોને પૂરતું વળતર આપી શકે તેમ નથી? વળતર અને કાઢિઓનો એમ બે પ્રશ્ન આપણે રજૂ કરીશું. આ ડેમ ઝડપથી તૈયાર કરવામાં આવે એવી માંગ સાથે આપણે હવન કરીશું.

તો આ ડેમની આસપાસના તમામ ગામોના ખેડૂતોને હું આમંત્રણ આપીશ કે આવો આપ તમામ લોકોની સાથે મળીને આ પ્રશ્નનો સમાધાન માટે અવાજ ઉઠાવીએ અને હવન કરીએ. આમ આદમી પાર્ટી તરફથી પ્રદેશ મહામંત્રી સાગર રબારી, કિસાન સેલ પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા, સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને આમ આદમી પાર્ટીના નેતા પરેશ ગોસ્વામી સહિત અને આગેવાનો આવશે. આ સિવાય પણ હું તમામ લોકોને કહીશ કે પક્ષા-પક્ષી ભૂલીને તમામ આગેવાનો એક સાથે થાઓ અને આપણે સાથે મળીને આ પ્રશ્નનું સમાધાન લાવીએ. કારણ કે હદ થઈ ગઈ છે કેમકે 28 વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આ પ્રશ્નોના સમાધાન નથી આવી રહ્યા. મુખ્યમંત્રીને પણ વિનંતી કરીશ અને આ પ્રશ્નનો સમાધાન આવે તે માટે તમામ લોકોએ સાથે મળીને સકારાત્મક કાર્યક્રમ કરીએ.