FAA On Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે હવે એક નવો દાવો કરવામાં આવી રહ્યો છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના વડાએ કહ્યું છે કે આ અકસ્માત ફ્યુઅલ કંટ્રોલ યુનિટમાં ખામી કે અજાણતા ફ્યુઅલ સ્વીચને કારણે થયો ન હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 અને જમીન પર 19 લોકો માર્યા ગયા હતા.

FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે વિસ્કોન્સિનમાં એક એર શો દરમિયાન પત્રકારોને જણાવ્યું હતું કે “અમે પૂરા વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ગયા મહિને એર ઇન્ડિયા બોઇંગ 787 જેટના જીવલેણ અકસ્માતમાં ફ્યુઅલ કંટ્રોલ યુનિટમાં કોઈ યાંત્રિક સમસ્યા નથી.”

તેમણે કહ્યું કે FAA કર્મચારીઓએ યુનિટને બહાર કાઢ્યું. તેનું પરીક્ષણ કર્યું. તેની સમીક્ષા કરવા માટે નિરીક્ષકોને બોલાવ્યા. તેમણે કહ્યું, “અમને વિશ્વાસ છે કે આ ફ્યુઅલ સ્વીચમાં અજાણતા ખામીનો કેસ નથી.” બોઇંગ અને એર ઇન્ડિયાએ હજુ સુધી તેમના દાવા પર કોઈ ટિપ્પણી કરી નથી.

ફ્યુઅલ સ્વીચ વિમાનના એન્જિનમાં ઇંધણના પ્રવાહને નિયંત્રિત કરે છે. પાઇલોટ્સ જમીન પર તેમને ચાલુ અથવા બંધ કરી શકે છે અથવા ફ્લાઇટ દરમિયાન એન્જિન નિષ્ફળતાના કિસ્સામાં મેન્યુઅલી હસ્તક્ષેપ કરી શકે છે. તે જ સમયે એર ઇન્ડિયાએ મંગળવારે જણાવ્યું હતું કે તેણે તમામ 787 અને 737 વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ લોકીંગ મિકેનિઝમનું નિરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. તેમાં કોઈ સમસ્યા જોવા મળી નથી.

આ મહિનાની શરૂઆતમાં ભારતના એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરોનો પ્રારંભિક અહેવાલ આવ્યો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે ટેકઓફ પછી તરત જ ફ્યુઅલ સ્વીચો રનથી કટઓફ તરફ ખસી ગયા હતા. જેના કારણે એન્જિનને ઇંધણ પુરવઠો બંધ થઈ ગયો હતો.

રોઇટર્સે ગયા અઠવાડિયે એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે અમદાવાદથી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયા ફ્લાઇટના કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે પાઇલટે એન્જિનને ઇંધણ પુરવઠો બંધ કરી દીધો હતો. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 અને જમીન પર 19 લોકો માર્યા ગયા હતા.