વરસાદની ઋતુમાં પાચન અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે, ત્યારે ડ્રાય ફ્રુટ્સ ખૂબ ફાયદાકારક છે.
બદામ: પલાળેલી બદામ ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને ત્વચા સ્વસ્થ રહે છે.
અખરોટ: તેમાં રહેલું ઓમેગા-3 મગજ અને હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.
ખજૂર: આયર્નથી ભરપૂર ખજૂર થાક દૂર કરે છે અને શરીરમાં લોહીની ઉણપ નથી થવા દેતી.
અંજીર: પલાળેલું અંજીર ખાવાથી ચોમાસામાં થતી કબજિયાત જેવી પાચનની સમસ્યાઓ દૂર થાય છે.