AAP Gujarat: વિસાવદરની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને લઈને સતત પોતાની રણનીતિઓ બનાવી રહી છે. આ રણનીતિના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશ મુખ્ય પ્રવક્તા તરીકે ડો. કરન બારોટની નિમણૂક કરી છે.

પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. Karan Barot ઘણા વર્ષોથી આમ આદમી પાર્ટીમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી માટે ઘણું મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂક્યા છે. હાલ આમ આદમી પાર્ટી આ જ રીતે વધુને વધુ યુવાઓને મહત્વપૂર્ણ પદો પર જવાબદારી સોંપીને આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવામાં લાગી ગઈ છે. અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાતના યુવાઓને આહવાન કર્યું હતું કે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં જોડાઓ અને પોતે ગુજરાતનું નેતૃત્વ કરો. હાલ આમ આદમી પાર્ટી એક યુવા પાર્ટી છે અને યુવાઓને મહત્વપૂર્ણ પદો પર આગળ કરીને આવનારી ચૂંટણીમાં ઐતિહાસિક પરિણામો લાવવા માટે મજબૂતીથી નિર્ણયો લઈ રહી છે.