Amit Chavda: ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ આ પદ ખાલી હતું. ચાવડા પહેલા વિપક્ષના નેતા હતા. તુષાર ચૌધરી હવે વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા છે. આ નિર્ણય દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓ અને હાઇ કમાન્ડ વચ્ચે બેઠક બાદ લેવાયો છે. કોંગ્રેસે OBC અને આદિવાસી સમાજને પ્રાધાન્ય આપ્યું છે.

મળતી માહિતી અનુસારલાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો પર કોંગ્રેસ હાઇકમાન્ડે પૂર્ણવિરામ મૂક્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ હાઈકમાન્ડે અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત અને સંગઠિત બનાવવાની કવાયત તરીકે જોવામાં આવી રહ્યા છે.