Aam Admi Party news: આજે આમ આદમી પાર્ટીની પોલ ખોલ ટીમ દ્વારા સરખેજ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પીવાના પાણી, ગટર, રોડ રસ્તાની અનેક સમસ્યાઓ છે, તે મુદ્દે કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પોલખોલ ટીમના સભ્ય ગૌરીબેન દેસાઈ, જીતુ ઉપાધ્યાય, હિમાંશુ ઠક્કર, કિરણ દેસાઈ સહિત અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સહિત આસપાસની સોસાયટીઓના 100 થી વધુ બહેનો પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન Aam Admi Partyની પોલખોલ ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે આજે Aam Admi Partyની પોલ ખોલ ટીમ દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે સરખેજ વિસ્તારની અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની તકલીફ છે, ગટર ઉભરાવવાની તકલીફ છે અને રોડ રસ્તાની હાલત પણ ખૂબ જ ખરાબ છે જેનાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ બાબતની રજૂઆત કરવા માટે આજે પાંચ સોસાયટીની 100થી વધુ મહિલાઓ અમારી સાથે રજૂઆત કરવા આવ્યા હતા. અમે તમામ લોકોએ આજે કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે અને કોર્પોરેશન દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા બે દિવસથી લઈને દસ દિવસની અંદર આ સમસ્યાનો સમાધાન કરવામાં આવશે.

જો આવનારા દસ દિવસ બાદ પણ આ સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો હાલ જેટલા લોકો અમારી સાથે આવ્યા છે તેનાથી પણ વધુ સંખ્યામાં લોકોને લઈને અમે આવીશું અને કોર્પોરેશનની ઓફિસમાં હલ્લાબોલ કરીશું. આમ આદમી પાર્ટીની અલગ અલગ ટીમો અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોનું જીવન ધોરણ સુધરે એના માટે સતત કામ કરી રહી છે. અગાઉ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં પણ આંખ આડા કાન કરવામાં આવ્યા છે. નળ સે જળ યોજના આખરે નળ સે છલ યોજના સાબિત થઈ છે અને તે પણ હવે લોકોને ખબર પડી છે. આશા રાખીએ છીએ કે આવનારા પાંચ થી દસ દિવસોમાં લોકોની તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે. અમદાવાદના કોઈપણ વિસ્તારમાં લોકો આ રીતે હેરાન થતા હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સંપર્ક કરવા વિનંતી.