Gujarat: દેશભરમાં વરસાદી માહોલ છે ત્યારે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે આ વચ્ચે રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘ મહેર છે. છેલ્લા 24 કલાકમાં કુલ 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 26 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે 5 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વરસાદી માહોલ વચ્ચે પાટણના સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડેડિયાપાડામાં 2.68 ઇંચ વરસાદ વરસ્યો છે.તો વલસાડના કપરાડામાં 2.40 ઇંચ વરસાદ નોંધાયો છે તો સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે.આ સિવાય ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો છે.