Ahmedabad News: હાટકેશ્વર બ્રિજની બાજુમાં આવેલા ભલાભાઈ દેસાઈની ચાલી, નાડીયા વાસમાં આવેલ 150 મકાનોને તોડી પાડવાની નોટિસ ત્યાંના રહીશોને કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ છે, તેના સંદર્ભે આમ આદમી પાર્ટી(AAP) અમદાવાદ શહેર સમિતિ દ્વારા ત્યાંના રહેવાસીઓની મુલાકાત લેવામાં આવી હતી. જો સમગ્ર મામલા વિશે વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને હલકી ગુણવત્તાનો બ્રિજ બનાવવામાં આવ્યો. માટે કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને એની સાથે જ ભાજપ શાસિત કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચાર સમગ્ર ગુજરાતની સામે છતો થયો. હવે જ્યારે આ બ્રિજ તોડવામાં આવ્યો ત્યારે ભાજપનું જાણે લક્ષ્ય બની ગયું હોય કે કઈ રીતે આ બ્રિજની આસપાસ રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને હેરાન કરવામાં આવે. હાટકેશ્વર વિસ્તારમાં એએમટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલી ભલાભાઇ દેસાઈની ચાલીમાં 150થી પણ વધારે ઘર આવેલા છે, આ ઘરોમાં રહેનાર લોકો ટેક્સ પણ ચૂકવે છે તેમ છતાં પણ જ્યારે હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી તો કોર્પોરેશન દ્વારા આ ચાલીમાં રહેનારા લોકોને નોટિસ આપવામાં આવી કે ફક્ત સાત દિવસમાં તમામ લોકો પોતાનું ઘર ખાલી કરી દે કારણકે આ વિસ્તારના તમામ ઘરોને તોડવાના છે અને વૈકલ્પિક માર્ગ બનાવવાનો છે.
હાટકેશ્વર બ્રિજ તોડ્યા પછી પણ લોકો દ્વારા અવરજવર થઈ શકે તેવા રોડ છે તેમ છતાં પણ બળજબરીપૂર્વક Ahmedabad કોર્પોરેશન દ્વારા આ ચાલીના લોકોનો ઘર તોડવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. અહીંના લોકોનું માનવું છે કે વિકાસ માટે જો તેમનું ઘર આપવું પડતું હોય તો તેઓ સહમત છે. પરંતુ અગાઉ કોર્પોરેશન દ્વારા તેમને બાંહેધરી આપવામાં આવી હતી કે આ ઘરની સામે એમને બીજું ઘર મળશે. જયારે આજે જ્યારે એ લોકોને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે પરંતુ સામે કોઈ ઘર આપવામાં આવ્યું નથી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી ભલાભાઇ દેસાઈની ચાલીના નાગરિકોના પક્ષમાં ઉભી છે અને આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપના નેતાઓ દ્વારા અનેક જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ તેના પર કોઈ એક્શન લેવામાં આવતું નથી. વેજલપુર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરે પોતાની ફ્લેટની સ્કીમમાં ત્રણ દુકાનો બનાવી દીધી છે અને તે પણ ગેરકાયદેસર છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી જ્યારે જનતા માટે અવાજ ઉઠાવે છે તો આમ આદમી પાર્ટીના નેતાઓને દબાવવામાં આવે છે. પરંતુ આમ આદમી પાર્ટી જનતાનો સાથ ક્યારેય પણ છોડશે નહીં. આમ આદમી પાર્ટીની માંગ છે કે વિકાસના નામે ભલે કોર્પોરેશન લોકોના ઘર લેવા માંગતું હોય પરંતુ પહેલા એ તમામ લોકોને સારા અને વ્યવસ્થિત ઘર આપવામાં આવે જેથી એ લોકો તાત્કાલિક ઘરવિહોણા ન થઈ જાય. આમ આદમી પાર્ટી કોર્પોરેશનને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગે છે કે જો આ લોકોના ઘર તોડવામાં આવશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આંદોલન કરશે.
ત્યારે આજે આ પ્રોગ્રામમાં કડી વિધાનસભા પેટાચૂંટણીના પૂર્વ ઉમેદવાર એવંમ (અનુસૂચિત જાતિ વિભાગ)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ચાવડા,પ્રદેશ પ્રવક્તા કરન બારોટ, પ્રદેશ શિક્ષણ સમિતિના પ્રમુખ જીતુભાઇ ઉપાધ્યાય, શહેર SC વિભાગના પ્રમુખ રાકેશ વાઘેલા તેમજ શહેર મંત્રી દિલીપ મકવાણા પ્રદેશ SC વિભાગના મંત્રી સંજય મેસેન્ડ, Ahmedabad લોકસભના પૂર્વ પ્રભારી વિનય ગુપ્તા, શહેર સમિતિના ઉપપ્રમુખશ્રી અલ્પેશભાઈ સોલંકી, અમદાવાદ શહેર CYSS વિદ્યાર્થી વિંગના પ્રમુખ યાત્રિક પટેલ તેમજ મહામંત્રી ધ્રુવ જાદવ,શહેર મહિલા પ્રમુખ સિદ્ધિ ભાવસાર, શહેર યુથ વિંગના ઉપપ્રમુખ સપનાબેન રાજપૂત તેમજ યુથ મંત્રી અભિષેક વાણીયા, અમરાઈવાડી પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ વાઘેલા તથા અમરાઈવાડી વિધાનસભાના સહસંગઠન મંત્રી હાજર રહ્યા હતા..