Isudan Gadhvi On BJP: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Isudan Gadhviએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું વિસાવદરની જનતાએ જંગી બહુમતીથી મત આપીને ગોપાલ ઈટાલીયાને ધારાસભ્ય બનાવેલ છે. હાલમાં ગોપાલ ઈટાલીયા ધારાસભ્ય બન્યા બાદ પહેલા જ દિવસથી જ સતત ગામડે ગામડે જઈને લોકોની સેવા કરી રહેલ છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની ચૂંટણીમાં જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહ અને ઊર્જાનો માહોલ છે. વિસાવદરની ચૂંટણીના પરિણામથી ગુજરાતભરના લોકોમાં નવો આત્મવિશ્વાસ પેદા થયો છે, લોકો ખુલીને બોલતા થયા છે, અવાજ ઉઠાવી રહ્યા છે, જનતા સ્વયંભૂ જાગૃત થઈ રહી છે, આથી ભાજપના લોકો રઘવાયા થયા છે અને હલકી કક્ષાની અફવાઓ ફેલાવવા લાગ્યા છે.

ગોપાલ ઇટાલીયાના રાજીનામાના સપનાઓ જોતા ભાજપના નેતાઓને જણાવવાનું કે, ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા કોઈપણ સંજોગોમાં રાજીનામું આપવાના નથી. ધારાસભ્ય તરીકે તેઓ હાલ વિસાવદર ભેંસાણ પંથકના લોકોની વચ્ચે રહીને સેવા કરી રહ્યા છે, આગળ પણ તેઓ ધારાસભ્ય તરીકે પોતાની કામગીરી પૂરી મજબૂતીથી કરવાના છે. ભાજપ પોતાની નાટકબાજી બંધ કરે અને તૂટતા પુલ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવી અપેક્ષા છે.