Gujarat Politics News: હાલ આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા સમગ્ર Gujaratમાં આયોજિત થઈ રહી છે. અને સાથે સાથે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી દ્વારા શરૂ કરવામાં આવેલ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન પણ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી આવનારા એક વર્ષમાં 50 લાખથી વધારે ગુજરાતીઓને આમ આદમી પાર્ટીમાં જોડવાનું લક્ષ્યાંક લઈને ચાલી રહી છે અને આ લક્ષ્યાંક તરફ આગળ વધીને આજે ડીસા ખાતે આયોજિત વિજય સંદેશ યાત્રામાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો સહીત 50થી વધુ નેતાઓ અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે સાથે મોટી સંખ્યામાં સરપંચો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. પાટણ લોકસભાના ઇન્ચાર્જ પ્રભાતસિંહ સોલંકીના માર્ગદર્શનથી અને રેફરન્સથી 50થી વધુ ભાજપ કોંગ્રેસના અને સામાજિક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા.
કાંકરેજ તાલુકાના ઝાબડીયા ગામમાંથી ભાજપના નેતા વિરમસીગ અને બાસકુજી અને કોંગ્રેસના નેતા સહદેવજી અને થોનાજી આમ આદમી પાર્ટીમાં જોડાયા. કાંકરેજ તાલુકાના બોડાલ ગામથી ભાજપના નેતા સુખાજી તથા સહદેવજી તથા કોંગ્રેસના નેતા ફતુજી ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા. કાંકરેજ તાલુકાના વિરસંગજી ઠાકોર AAPમાં જોડાયા. ઠાકોર કુપટજી, પ્રેસ રિપોર્ટર જોષી મનોહરભાઈ, ધાનેરા તાલુકાના ખીમત ગામના આગેવાન ધનુભા AAPમાં જોડાયા. સાંતલપુર તાલુકાના આહિર વજાભાઈ, આહીર દલાભાઈ, આહીર રાણાભાઇ, આહીર વસતાભાઈ AAPમાં જોડાયા. કાંકરેજ તાલુકાના સમૌ ગામના આગેવાન ભરતસિંહ તખુભા જાદશ બીજા અનેક આગેવાનો સાથે અને કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. સાથે સાથે પરમાર સુરેશભાઈ, ઠાકોર વીરસંગભાઇ, ઠાકોર મેઘરાજભાઈ, પ્રહલાદસિંહ દરબાર, ગૌસ્વામી અલ્પેશભાઈ, બારેજા હિતેશભાઈ અને એડવોકેટ નવીનભાઈ પરમાર સહિત ભાજપ અને કોંગ્રેસના 50થી વધુ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આદમી પાર્ટીમાં જોડાયા.