Gambhira Bridge: આણંદ જિલ્લામાં આવેલા વડોદરાના પાદરાને જોડતો 40થી વધુ જૂનો પુલ ધરાશાયી થવાની ઘટનામાં નદીમાંથી 17 મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ 3 લોકો ગુમ હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ કાર્યપાલક ઇજનેર એન. એમ. નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલ તથા મદદનીશ ઇજનેર જે.વી.શાહને ફરજમોકૂફ કરાયા છે.
મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં હજુ પણ 3 લોકો ગુમ હોવાની માહિતી છે. ગુજરાતમાં વડોદરા અને આણંદને જોડતા પુલનો અકસ્માત મહિસાગર નદીમાં થયો હતો, જ્યાં અનેક વાહનો પડી ગયા હતા. આ ઘટના બાદ સરકારે માર્ગ અને મકાન વિભાગના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કર્યા છે.
ગુજરાતમાં વડોદરા અને આણંદને જોડતો પુલ તૂટી પડતાં મહિસાગર નદીમાંથી અત્યાર સુધીમાં 17 મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માતમાં એક જ પરિવારના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે આ અકસ્માતમાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે.