વિટામિન E એક આવશ્યક એન્ટીઑકિસડન્ટ છે, જે કોષોને સુરક્ષિત રાખે છે. 

તે ત્વચા, આંખો, મગજ અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. 

તેની ઉણપથી નબળાઈ, થાક અને સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે. 

ચેતાતંત્ર પર અસર થવાથી હાથ-પગ સુન્ન થવા લાગે છે અને સંતુલન ગુમાય છે. 

વિટામિન E ની ઉણપ રોગપ્રતિકારક શક્તિને પણ નબળી પાડે છે. 

આંખોની દ્રષ્ટિ ધીમે ધીમે કમજોર થવા લાગે છે અને એનિમિયાનું જોખમ વધી શકે છે. 

પાલક, લીલા શાકભાજી, મગફળી અને ડ્રાયફ્રૂટ્સ ખાવાથી વિટામિન E મળ્યું રહે છે.