Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારો વતી બ્રિટન અને અમેરિકાના કાનૂની નિષ્ણાતો બોઇંગ સામે દાવો દાખલ કરવાનું વિચારી રહ્યા છે. Air Indiaએ જાહેરાત કરી હતી કે તે દરેક પીડિત અને અકસ્માતમાં બચી ગયેલા લોકોના પરિવારોને તેમની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરવા માટે 25 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર આપશે. આ ટાટા સન્સ દ્વારા જાહેર કરાયેલા 1 કરોડ રૂપિયાના વળતર ઉપરાંત છે. જોકે પીડિત પરિવારોનો દાવો છે કે એર ઇન્ડિયાએ વળતર આપતા પહેલા તેમની નાણાકીય માહિતી માંગી હતી. જે કાયદાકીય રીતે સંવેદનશીલ છે. એર ઇન્ડિયાએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે વળતર આપવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લંડન સ્થિત કીસ્ટોન લોના એવિએશન પાર્ટનર જેમ્સ હીલી-પ્રેટ જે કાનૂની પ્રક્રિયાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું “ઘણા બ્રિટિશ પરિવારો સાથે વાત કર્યા પછી મને એવું કંઈ દેખાતું નથી કે એર ઇન્ડિયા કે તેમના વીમા કંપનીઓએ ખોટું કર્યું હોય.” બ્રિટનની સૌથી મોટી મુકદ્દમા કાયદા પેઢી સ્ટુઅર્ટ્સના જણાવ્યા અનુસાર પીડિતોના પરિવારોએ આરોપ લગાવ્યો છે કે તેમને પ્રશ્નોના નિયમો અને શરતો વિશે કોઈ માર્ગદર્શન વિના પ્રશ્નાવલી ભરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.”

હીલી-પ્રેટએ કહ્યું કે તેઓ ગઈકાલે એર ઇન્ડિયા અને તેમના વીમા કંપનીઓના લંડનના વકીલો સાથે સંપર્કમાં હતા, અને મેં પણ એ જ વાત કહી હતી, જુઓ ચાલો પરિવારોને ચુકવણી પ્રક્રિયામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તે મુદ્દો નથી. પરિવારો અને એર ઇન્ડિયા વચ્ચે વારંવાર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. મારો મતલબ, કોઈ આવું કેમ કરશે? તેમણે કહ્યું કે વાસ્તવિક ધ્યાન એર ઇન્ડિયા અને બોઇંગ પર છે. વિમાન ઉત્પાદક (બોઇંગ) છેલ્લા દાયકામાં ઉતાર-ચઢાવનો સામનો કરી ચૂક્યું છે.